અંકલેશ્વર: વીજ ટ્રાન્સફોર્મર તસ્કરીના ગુનાનો ભેદ ઉકેલી પાંચ શંકુઓ પકડાયા, પાંચ ફરાર
અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં ખેતરોમાંથી કરાતી વીજ ટ્રાન્સફોર્મર તસ્કરીના ગુનાઓ શોધી કાઢવા અંક્લેશ્વર શહે૨ પોલીસે એક ટીમની રચના કરી જરૂરી પેટ્રોલીંગના આધારે વોચ રાખી તેની માહીતી મેળવવાના પ્રયત્નો હાથ ધરતા તેમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીના પાંચ શંકુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. જયારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ફરાર શંકુઓ પોલીસ પકડથી હજુ દુર રહ્યા છે. પ્રાપ્ત પોલીસ વિગત મુજબ અંકલેશ્વર શહેર પોલીસે મળેલ ચોકકસ બાતમીના આધારે અંકલેશ્વરના આંબોલી ગામે રસ્તા ઉપ૨ આવેલ સી.આઈ.એસ.એફ કેમ્પ સામે આવેલ ગલીથી બે શંકુને ઝડપી પાડી ઝડપાયેલ શંકુની પુછપરછ કરતા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરીના ૭ જેટલા ગુનાની કબુલાત કરી હતી. પોલીસે કલ્પેશભાઈ ચંદુભાઈ વસાવા ઉ.વ. ૨૮ -રહે, નિશાળ ફળીયુ,આંબોલી તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ, પ્રકાશ ઉર્ફે પકો ભરત વસાવા ઉ.વ. ૨૨ -૨હે, ટેકરા ફળીયુ, આંબોલી તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ તેમજ આગુનામાં અન્ય શંકુઓ , સનમુખ મથુરભાઈ વસાવા ઉ.વ. ૩૨ રહે.પટેલ ફળીયુ,આંબોલી તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ, સતિષભાઈ છત્રસિંહ વસાવા ઉ.વ. ૩૨ રહે. ટેકરી ફળીયુ,આંબોલી તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ, શશીકાંત ઉર્ફે શશી છત્રસિંહ વસાવા ઉ.વ. ૨૮ રહે.ટેકરી ફળીયુ,આંબોલી તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ, પણ સંડોવાયેલા હોવાની માહીતી પોલીસને આપતા પોલીસને ઝડપાયેલ બે શંકુ સહીત અન્ય ત્રણ શંકુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. જયારે અન્ય પાંચ ફરાર શંકુ હિતેન્દ્ર ઉર્ફે પિન્ટુ નરેન્દ્ર વસાવા રહે. આંબોલી, છના મથુ૨ વસાવા રહે. આંબોલી, પ્રદિપ જગદિશ વસાવા રહે. આંબોલી, શશીકાંત આત્મારામ રાઠોડ ૨હે.મા રેશીડન્સી અંકલેશ્વર શહે૨,મછદ શેખ રહે. સુરતીભાગોળ અંકલેશ્વ૨ની શોધ આરંભી હતી.