ભુજ તાલુકાના ધાણેટી ગામથી વડવારા તરફ જતા કાચા રસ્તા ઉપર સીમ વિસ્તારમાંથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક શખ્સને પકડી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ
આગામી લોકસભા ચુંટણીને અનુલક્ષીને અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબની સુચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના સભ્યો ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા પેટ્રોલીંગ ફરતા-ફરતા ભુજ તાલુકાના ધાણેટી ગામથી વડવારા તરફ જતા કાચા રસ્તા ઉપર સીમ વિસ્તારમાં આવતા એક શખ્સ પોતાના હાથમાં કોઇ શંકાસ્પદ વસ્તુ કાપડમાં વીટાળેલ લઇ આવતો હોય અને પોલીસથી પોતાની હાજરી છુપાવતો બાજુમાં એક ઝુંપડામાં જતો રહેલ. જેથી તુરંત જ બે રાહદારી પંચોને બોલાવી ઝુંપડાની ઝડપી તપાસ કરતા એક શખ્સ હાજર મળી આવેલ જેનું નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ નુરમામદ મુસા સુમરા, ઉ.વ.૨૯, રહે.હાલે વડવારા, ગામની બાજુમાં ધાણેટી સીમ વિસ્તાર,તા.ભુજ, મુળ રહે. ગામ સરગુ (ખાવડા), તા.ભુજ વાળો હોવાનું જણાવેલ અને તેના કબ્જામાંથી સીંગલ બેરલ મોભર હાથ બનાવટની દેશી બંદુક મળી આવેલ જે દેશી બંદુક રાખવા સબબ કોઇ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા આવા કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ, અને આ હાથ બનાવટની દેશી બંદુક અંગે પુછપરછ કરતા મજકુરે જણાવેલ કે આ દેશી બંદુક પોતાને ગાજી બીલાલ સુમરા, રહે.મુળ ગામ લાખાબો (ખાવડા), તા.ભુજ, હાલ રહે. વડવારા, ગામની બાજુમાં ધાણેટી સીમ વિસ્તાર,તા.ભુજવાળો બે-ચાર દિવસ અગાઉ વાપરવા માટે આપી ગયેલાની કબુલાત કરતો હોય મજકુરના કબ્જામાંથી મળેલ વગર લાયસન્સની સીંગલ બેરલ દેશી બનાવટરની મોભર બંદુકની કિંમત રૂ. ૨,૦૦૦ ગણી જપ્ત કરેલ. અને મજકુર બંને શખ્સ વિરૂધ્ધ આર્મ્સ એકટ તેમજ જી.પી.એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.