રણશીપુર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર પકડાઈ
વિજાપુર તાલુકાના રણશીપુર પાસેથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલી કારને પકડી લીધી હતી. જો કે કારમાં બેઠેલા પૈકી એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો. જ્યારે એક ઇસમની અટક કરવામાં આવી હતી. પોલીસે રૂ. 1,06,803 નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. લાડોલના પીએસઆઈ એમ આર. રાઠોડ તથા પોલીસ ટીમ રણશીપુરની વચ્ચે રસ્તા ઉપર સરકારી વાહનમાં વોચમાં હજાર હતા. દરમિયાન મહિન્દ્રા શોર્ટ ડિઆઈ કાર આવતા તેને અટકાવી કર્મા તપાસ કેતા પાછળના ભાગે તથા ઉપર હુડનાં ભાગે ગુપ્ત ખાના બનાવી તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 110 મળી કુલ કિંમત રૂ. 1,06,803 ના મુદામાલ સાથે ઝડપાયો હતો.