ધ્રાગધ્રામાં જુગાર રમતા 4 ઇસમો પકડાયા : એક ફરાર
ધ્રાગધ્રામાં નાની બજાર વિસ્તારમાં રહેતા જગુભા જાડેજાના ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી અને ચંદુ અમરસી સુરેલા,સોહીલ મહેબુબ ઘાંચીએ, હુશેન જાનમહમદ સંધી અને ઈશા અબ્દુલ ઘાંચીએને રૂ. 10,430ની રોકડ અને ચાર મોબાઈલ સહિતના મુદામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે નાસી ગયેલ જગુભા જાડેજાની શોધખોળ શરૂ કરી હતી.