મથલ પાસે અકસ્માતમાં ઘવાયેલા એક આધેડનું મૃત્યુ
ભુજ નખત્રાણાના મથલ પાસે થયેલાં રસ્તા અકસ્માતમાં ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મૃત્યુ નીપજયું હોવાનું નખત્રાણા પોલીસે જણાવ્યુ હતું. ગત 15/3ના મથલ ગામના ઉપવન નજીક અકસ્માતની ઘટના બની હતી. જેમાં શિવજી જુમા મેરિયા તથા વિરબાઈ શિવજી મેરિયા બાઇક પર આવી રહ્યા હતા. તે દરમિયાન બોલેરો ચાલકે ટક્કર મારતા ઇજાઓ થઈ હતી. બંને પ્રથમ સારવાર અર્થે જી કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં શિવજી જુમા મેરિયાને વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા હતા. જ્યાં સારવારમાં મૃત્યુ નીપજયું હતું.