વડના ઓટલે જુગાર રમતા 5 શખ્સો 13,000 ની રોકડ સાથે ઝડપાયા
શહેરના પીએસએલ ઝુંપડા વિસ્તારમાં વડના ઓટલે ગેરકાયદેસર રીતે જુગાર રમી રહેલા પાંચ શખ્સોઓને પોલીસે રૂ.13,650 ની રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. જુગારની બદીના કારણે સામાજીક વ્યવસ્થા અને સામાન્ય ઘરની આર્થીક સ્થીતી બદહાલ થઈ જાય છે ત્યારે આ બદી પર કાબુ લાવવા માટે પોલીસે હવે આંતરીક વિસ્તારો સુધી પહોંચીને પણ તપાસ કરાઈ રહી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પીઆઇ ડી.વી. રાણાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પીએસએલ ઝુંપડા વિસ્તારમાં અમુક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા છે, આ બાતમીના આધારે ત્યાં રેડ પાડતાં વડના ઝાડના ઓટલા ઉપર બેસી તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોઓને રૂ. 13,650 રોકડ રકમ સાથે ઝડપી પાડી તેમના વીરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ એમ.બી.ઝાલા, એએસઆઇ કિર્તી ગેડિયા, હેડકોન્સટેબલ ગલાલ પારગી, કોન્સટેબલ જગદિશ સોલંકી, રવીરાજસિંહ પરમાર, રાજા હિરાગર, રાજદિપસિંહ ઝાલા, મહિપાર્થસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ પરમાર, કિશન સુઢિયા જોડાયા હતા.