અરવલ્લી જીલ્લામાં જુગારીઓ અને બુટલેગરો પર પોલીસની તવાઈ : 4 ઈસમોઓ ફરાર
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસે મોડાસા કસ્બા વિસ્તારમાં મોટી મસ્જીદ પાસે ગલીમાં ખુલ્લેઆમ જુગાર રમતા ઇસમોઓ પર ત્રાટકી જુગાર દરોડામાં ૪ ઇસમોઓને ઝડપાયા ૪ ઇસમોઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા ભિલોડા પોલીસે ડોડીસરા ગામમાં કોમ્બિંગ હાથધરી ડુંગર પર, કોતરો અને ખેતર પાસે ઝાડી-ઝાંખરામાં ૨ બુટલેગરે સંતાડી રાખેલો વિદેશી દારૂનો ૧.૦૬ લાખનો વિદેશી દારૂ કબ્જે કરી શખ્ત તપાસ હાથ ધરી હતી. અરવલ્લી જીલ્લામાં જુગારધામ અને વરલી-મટકાની બદીએ અને આંકડાની રમત તથા દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે જીલ્લામાં અસામાજિક બદીએ માજા મુકતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર વાઈબ્રન્ટ બન્યું હતું. મોડાસા ટાઉન પી.આઈ નાગજી રબારી અને તેમના સ્ટાફે મોડાસાના કસ્બા વિસ્તારમાં મોટી મસ્જીદની ગલીમાં ખુલ્લામાં હારજીતની બાજી દાવ પર લગાવી બેઠેલા ઇસમોઓ પર ત્રાટકતા માસુમ યાકુબભાઇ ચગન, મુસ્તુફા ઉર્ફે મુસ્તુ ગુલુભાઈ ગેણા, ઝાકીરહુસેન ઇબ્રાહિમ ભાઈ બુલા, મુસ્તાક ગુલામહુસેન પટેલ (બધા, રહે. મોડાસા) ને ઝડપી પાડી રોકડ રકમ રૂ. ૧૫,૩૦૦, મોબાઈલ નંગ ૨ કિંમત રૂ. ૨,૦૦૦ તથા જુગારના સાધનો પત્તા નંગ ૫૨ મળી કુલ રૂ.૧૭,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ દરોડો જોઈ નાસી ગયેલા અજગર ઉર્ફે જુબેર ઇકબાલભાઇ સુથાર, ઈમ્તિયાઝ ઉર્ફે છીકણી ગુલુભાઈ સુથાર, રશીદ હબીબભાઇ શેખ તથા આરીફ ઉર્ફે બમ્બૈયો વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધી પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. ભિલોડા પોસઈ મહેશ સંગાડા અને તેમના સ્ટાફે ડોડીસરા ગામે કોમ્બિંગ હાથ ધરી પ્રભુદાસ રૂપાજી બળેવા ખેતરમાં નીતિન પાઉલભાઈ બળેવાએ અને ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખેલી વિદેશી દારૂની પેટી ૧૬ કિંમત રૂ. ૫૧,૦૦૦, પ્રભુદાસ રૂપાજી બળેવા ઘરની પાછળ ડુંગરની તળેટીમાં વિદેશી દારૂ રૂ. ૨૫,૭૦૦ તથા સજ્જન ઉર્ફે રાજુ પ્રભુદાસ બળેવાએ ઘરની પાછળ અને ડુંગરની કોતરમાં છુપાવી રાખેલ વિદેશી દારૂ રૂ. ૩૦,૦૦૦ નો જથ્થો પકડી પાડ્યો હતો. હોળી-ધૂળેટીના તહેવારમાં પોલીસતંત્ર સક્રિય બનતા તેજીના સમયે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.