ભાટીયા મેડિકલ ઓફિસરના કવાર્ટરમાંથી દાગીના, રોકડ સહિત ૨ લાખની તસ્કરી
ખંભાળીયા : ભાટીયામાં મેડિકલ ઓફિસરના કવાર્ટરમાં કોઈ તસ્કરોએ પ્રવેશ કરી ઘરમાંથી રોકડ, દાગીના તથા રોકડ મળી કુલ રૂ. ૨ લાખના મુદામાલની તસ્કરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અને ભાટીયામાં કવાર્ટરમાં રહેતા મશરીભાઈ આંબલીયાના કવાર્ટરમાં ગત તા.૧૭ના રોજ બપોરના અરસામાં કવાર્ટરના હોલના ટેબલ પર પડેલી ચાવી કોઈ તસ્કરોએ મેળવીને તેના દ્વારા ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખવામાં આવેલ આવેલ ત્રણ તોલાનું સોનાનું મંગળસુત્ર, સોનાનો હાર આશરે બે તોલા, સોનાની ચાર બંગડી પોત્ણા ત્રણ તોલા, બે સોનાની વીટી, બે સોનાની બુટી, ચાર ચાંદીના કડા, બે ઝાંઝરા તથા રોકડ રૂ. ૨૮ હજાર મળી કુલ રૂ. ૨,૦૯,૫૦૦ના મુદામાલની તસ્કરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.