ભુજના જેષ્ઠાનગરમાં આધેડ ઉપર શખ્સોઓનો તલવાર વડે હુમલો
ભુજ શહેરના જેષ્ઠાનગર વિસ્તારમાં પ્રોઢ ઉપર બે ઇસમોએ તલવાર વડે હુમલો કરતાં આ મુદો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. જાણવા માણતી વિગતો પ્રમાણે રિક્ષા ચાલક ધીરજભાઈ રતશીભાઈ ભાનુશાલીના જણાવ્યા મુજબ ગત રાત્રિના અરસામાં તેઓ ગણેશ ચોકમાં બેઠા હતા. ત્યારે જગદીશ માવજી ગજરા અહીથી પસાર થતાં સામુ જોવાના પ્રશ્રે છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન જગદીશનો ભાઈ સાવન માવજીએ પણ આવીને તલવાર વડે હુમલો કર્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્તને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે મહાવ્યથાની કલમો તળે ગુનો નોંધણી કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.