દેવપરનો નામચીન ઈસમ દેશી પિસ્તોલ સાથે પકડાયો
દેવપરમાં સિંદુરીયાં ખાણ વિસ્તારમાં રહેતા ભરત રમેશભાઈ ડાભીને ભક્તિનગર પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે પકડી લીધો હતો. ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને તેના ઘર નજીકથી પિસ્તોલ સાથે પકડી લીધા બાદ પુછપરછ કરતાં તેને ઘણાં ઇસમો સાથે દુશ્મનાવટ ચાલતી હોવાથી અને ધાક જમાવવા પિસ્તોલ રાખ્યાનો કક્કો ઘુંટયો છે.જેમાં કેટલું તથ્ય છે તે પોલીસ ચકાસી રહી છે. આ ઉપરાંત તેની પાસેથી જમળતા અને કાર્ટિસ નહીં મળતા તે અંગે પણ તજવીજ હાથ ધરી છે. પોલીસે જણાવ્યુ કે, તે લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. આ પહેલા ચીલઝડપ, બળજબરીથી પૈસા પડાવવા, લૂંટ, હુમલા ધમકી આપવા સહિતના ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે. હથિયાર ક્યાંથી લઈ આવ્યો તે અંગે પોલીસે તેની પુછપરછ જારી રાખી છે.