રાજકોટ કુવાડવામાં જીઆઈડીસી નજીક બસ હડફેટે એક વૃદ્ધની મૃત્યુ
રાજકોટ કુવાડવા ખાતે જીઆઈડીસી પાસે ગત રાત્રિના અરસામાં પગપાળા જતાં 60 વર્ષીય વૃદ્ધ નાગજીભાઇ વાઘેલાનું એસટી બસ હડફેટે મૃત્યુ નીપજયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે, કુવાડવા ગામમાં રહેતા નાગજીભાઇ ગત રાત્રિના અરસામાં ઘરેથી કોઈ કારણે નીકળી ગયા હતા. એ દરમ્યાન જીઆઈડીસી પાસે રસિકભાઈ ચેવડાવાળા ફેકટરી સામે રસ્તો ક્રોસ કરવા જતાંહતા. ત્યારે માંગરોળ-અમદાવાદ રૂટની એસટી બસે તેમણે કચડી નાખ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે જ વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું. માંગરોળથી અમદાવાદ તરફ જતી એસટી બસના ચાલકે કારી ત્યાં જ રોકી દેતાં મુસાફરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યુ હતું. અકસ્માત બાબતે પોલીસે નાગજીભાઇના પુત્ર કિરીટની ફરિયાદ આધારે ગુનો નોંધી શખ્સ બસ ચાલકની અટકાયત પણ કરી હતી.