કારની લાઇટમાં અને સીટ નીચે સંતાડેલો વિદેશી દારૂ પકડાયો
ખેરાલુમાં આવેલ શીતકેન્દ્ર પાસેથી પોલીસે ભારતીય બનાવટનો દારૂ સંતાડી જઈ રહેલી એક કાર જપ્ત કરી લીધી હતી. જેમાં બેઠેલા રાજસ્થાન બે વ્યક્તિની અટક કરીને રૂ. 1,32,692 ની મતા કબ્જે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. લોકસભાની ચુંટણી તેમજ હોળી-ધૂળેટીના તહેવારો નિમિતે મહેસાણા જીલ્લામાં દારૂ-જુગારની બદીઓ રોકવા માટે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જોકે બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી કરવા માટે પોતાની મોડસઓ પરેન્ડી બદલીને કાર જેવા વાહનોમાં ચોરખાનાઓ બાનવી વિદેશી દારૂનો વેપાર કરવા તપાસ હાથ ધરી છે. આ કેસની સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ મહેસાણા જીલ્લામાં હોળી-ધૂળેટીના તહેવાર અને લોકસભાની ચુંટણી અંતર્ગત દારૂ-જુગારની બદીઓ રોકવા પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. જેમાં ખેરાલુના પીએસઆઈ આર.એન.પ્રસાદ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે વખતે મળેલી બાતમી આધારે ખેરાલુ રસ્તા પરના શીતકેન્દ્ર પાસે વોચ ગોઠવી હતી. તે વખતે શંકાસ્પદ રીતે પસાર થયેલી સેન્ટ્રો કારને રોકી અંદર તલાશી કરતાં હેડલાઇટ, પાછળની બ્રેક લાઇટ, વાઇપર તેમજ સીટ નીચે કિમીયો અજમાવી છુપાવેલી વિદેશી દારૂબી 135 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કાર ચાલક મુલારામ શાદલાજી રબારી તેમજ દેવારામ ભબુતાજી રબારીની અટક કરી હતી. જ્યારે દારૂના જથ્થા સાથે રૂ. 1,32,692 ની મતા જપ્ત કરી વધુ તજવીજ શરૂ કરી છે.