સૌરાષ્ટ્રમાં વિદેશી શરાબ સપ્લાયનું નેટવર્ક ચલાવતો વોન્ટેડ બુટલેગર પકડાયો
સમગ્ર સૌરાષ્ટ્રમાં વિદેશી શરાબની સપ્લાયનું નેટવર્ક ધરાવતા નામચીન બુટલેગર હર્ષદ મહાજનને ઝડપી લેવામાં કુવાડવા પોલીસને સફળતા મળી છે. ૫ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા બુટલેગર હર્ષદ મહાજને છેલ્લા એકાદ વર્ષમાં જ રાજકોટ, બાબરા, ધ્રોલ, પડધરી અને વાંકાનેર વિસ્તારમાં કરોડો રૂપિયાના વિદેશી શરાબનું કટીંગ કર્યાનું ખુલ્યુ છે. પડધરી પોલીસ સ્ટેશનનો વિસ્તાર નામચીન બુટલેગર હર્ષદ મહાજન માટે રેઢુ પડ્યો હોય તેમ ૫ જેટલા ગુનામાં સંડોવણી બહાર આવી હતી પણ તેની અટક ગમે તે કારણોસર ટાળી કાગળ પર વોન્ટેડ બતાવવામાં આવી રહ્યો હતો. કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાંથી તાજેતરમાં જ જીજે ૩ એચ આર-૩૮૦૩ નંબરના સ્કોર્પીઓમાંથી રૂ.૧.૩૬ લાખની કિંમતની ૩૮ પેટી વિદેશી શરાબ પકડી લીધો હતો. આ વિદેશી શરાબ હર્ષદ મહાજનનો હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર.પરમાર, પીએસઆઈ મહાવીરસિંહ ઝાલા, એએસઆઈ આર.કે.ડાંગર, હેડ કોન્સ. બી.ડી.ભરવાડ, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને અજીતભાઈ લોખીલ સહિતની ટીમે વૃંદાવન પાર્કમાં વાઘેશ્વરી કૃપા નામના મકાનમાં રહેતા હર્ષદ મહાજનને ત્યાં રેડ પાડી હતી. ત્યારે તે પ્રથમ નજરે ન હોવાનું જણાયું હતું. પોલીસે મકાનની ઝીંણવટભરી કરેલી તપાસમાં હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માડલીયા તેના બાથ,મમાં છુપાઈ શકાય તેવા ગુપ્ત ભોંયરામાંથી મળી આવતા અટક કરી હતી. હર્ષદ મહાજનની પુછપરછ કરતા તેની સામે છેલ્લા એક વર્ષમાં કુવાડવા પોલીસ સ્ટેશન હેઠળ રૂ.૬,૪૯,૮૦૦ની કિંમતની ૪૫૬ બોટલ, ક્રાઈમ બ્રાંચની રૂ.૧૭.૫૨ લાખની કિંમતની ૪૨૨૪ બોટલ, ક્રાઈમ બ્રાંચના બીજા ગુનામાં ૨૦.૪૮ લાખની ૧૦૨૦ બોટલ, બાબરા પોલીસ સ્ટેશનના ગુનામાં ૬૯.૨૯ લાખની ૧૧૮૪૪ બોટલ, ધ્રોલના ગુનામાં ૨ લાખની કિંમતની ૩૯૮ બોટલ, પડધરીના પાંચ ગુનામાં રૂ.૧.૨૭ કરોડની ૨૫૦૦૦ બોટલ અને વાંકાનેરના રૂ.૯.૧૫ લાખની ૨૪૭૨ બોટલના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતો ફરતો હોવાથી તેની સૌરાષ્ટ્રભરની પોલીસ શોધખોળ કરી રહી હતી. હર્ષદ મહાજન આ પહેલા પણ ૧૨ ગુનામાં કરોડો રૂપિયાના શરાબ સાથે પકડાયા બાદ જેલમાંથી છુટી ફરી વિદેશી શરાબનું સૌરાષ્ટ્રભરનું નેટવર્ક સંભાળી સૌરાષ્ટ્રના વિવિધ શહેરોના છુટક બુટલેગરને કરોડો ,પિયાના વિદેશી શરાબ પુરો પાડયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પકડેલા દા, કરતા અનેક ગણો દારૂ બુટલેગરોને પહોંચાડયો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. લાંબા સમય બાદ પકડાયેલા બુટલેગર હર્ષદ મહાજનને ડીસીપી રવિ મોહન સૈની સહિતના સ્ટાફે પોલીસ કમિશનર કચેરી ખાતેના લીમડે આકરી પુછપરછ કરી હતી. હર્ષદ મહાજનને પડધરી, ધ્રોલ, વાંકાનેર અને બાબરા પોલીસ કબજો લેવા તજવીજ હાથ ધરી છે. તેની સામે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરુ રચી બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે.