મુન્દ્રા શહેરના બારોઈ રસ્તા પર વિદેશી દારૂ ઝડપાયો
મુન્દ્રા : શહેરના બારોઈ રસ્તા પર એક વાડામાં દરોડો પાડી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સુત્રોની વિગતો અનુસાર મુન્દ્રાના હેડ કોન્સટેબલ પુષ્પરાજ સિંહ ચુડાસમાને મળેલ બાતમી આધારે બારોઈ રસ્તા પર મોહન ભારૂ ગઢવીના વાડામાં દરોડો પાડી ૧૮૦ એમ.એલના કવાટરીયા નંગ ૧૮ કિંમત રૂા. ૧,૮૦૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. ઈસમની પુછતાછમાં દારૂનો જથ્થો મહેશ ઠક્કર, રહે. શિવપારસનગર, મુન્દ્રાને આપેલાનું જણાવતા બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પી.આઈ. એમ.એન. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ટીમના ગજેન્દ્રસિંહ જાડેજા, દેવરાજ ગઢવી, પુષ્પરાજસિંહ ચુડાસમા, પ્રધ્યુમનસિંહ ગોહિલ, ઉદયસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતાં.