વરનોરા ગામેથી કતલખાનુ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્રારા ઝડપી પાડવામાં આવ્યું
માનવીની જેમ પશુ- પંખીઓ પણ એક જીવ છે. ત્યારે દિવસા દિવસ તેની સંખ્યા ઘટતી જાય છે. આજ 20મી માર્ચ વિશ્વ ચકલી દિન જેવા શ્રેષ્ઠ દિવસે કાળા કલંક સ્વરૂપ કરી શકાય તેમ વરનોરા ગામેથી કતલ ખાનુ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્રારા પકડી પડયું છે. પશુ-પંખીની માવજત ને બદલે આવા કતલખાના ચલાવનારા શખ્સો પર રોક કરવું અતિઆવશ્ય છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફની સરાહુનીયા કામગીરીને પગલે ભુજના વરનોરા ગામેથી કતલખાનું પકડી પડયું છે. હાલમાં કેટલીક સામાજિક સંસ્થા અને ટ્રસ્ટ પશુ-પંખીઓ માટે કાર્યસ્ત છે ત્યારે એકતરફ આવી કાળા કામો થાય છે જે અંગે જાગૃતતા લાવવી જોઈએ. આગળની કાર્યાવાહી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે.