આદિપુરમાં જુગાર રમતા 5 ઇસમો પકડાયા
આદિપુરના મેદાનમાં જાહેરમાં જુગાર રમી રહેલા 5 ઇસમોને 5,000 રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. આદિપુરના ટીસીપીસી મેદાનમાં મંગળવારના સાંજના અરસામાં જાહેરમાં જુગાર રમી રહેલા રવાભાઈ ઉર્ફે અજી ખોડાભાઈ આહીર (ઉ.વ.54), ભુનેશ્વર રાજેંદ્રપ્રસાદ ગુપ્તા(ઉ.વ.42), કાનજી શામજી મહેશ્વરી (ઉ.વ.45), મોહન ઉર્ફે મનુ અશોક મહેશ્વરી (ઉ.વ.35) (રહે. તમામ આદિપુર) અને રફીક રમજુ પીંજાણ (ઉ.વ.36) (રહે. અંજાર) ને 5,030 રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.