મુણધા ગામેથી જીપમાં લઇ જવાતો રૂ. ૬૨,000 નો દારૂ પકડાયો

હોળી ધુળેટી પર્વને ધ્યાને લઇ વિદેશી દારૂનો તગડો વેપલો રળી લેવાના ઇરાદે દાહોદ જિલ્લાના બુટલેગરોની સક્રિયતા જોઇ જિલ્લા પોલીસ સાબદી બની છે અને ઠેર ઠેર વોચ તેમજ નાકાબંધી ગોઠવી બુટલેગરોની મનસા પર પાણી ફેરવી રહી છે તેવા સમયે લીમડી પોલીસે પોતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ઝાલોદ તાલુકાના મુણધા તથા સુથારવાસાના સીમાડા પર નાકાબંધી ગોઠવી રૂ. ૬૨,000 ઉપરાંતના વિદેશી દારૂ સાથે ક્રુઝર કાર પકડી પાડી રૂપિયા અઢી લાખની ક્રુઝર કાર મળી રૂ. ૩.૧૨ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ક્રુઝર કારના ચાલકની ધરપકડ કર્યાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત મુજબ પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે લીમડી પોલીસના સ્ટાફે ગત રોજ બપોરના અરસામાં મુણધા તથા સુથારવાસા ગામના સીમાડા ઉપર નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ જીજે ૨૦ એન ૩૦૯૪ નંબરની સીલ્વર કલરની ક્રુઝર કાર પાસે આવતા જ પોલીસે તે કાર રોકી અંદર નજર નાખતા વિદેશી દારૂનો જથ્થો જોવા મળતાં પોલીસે કારના ચાલક લીમખેડા તાલુકાના હાથીયાવાવ ગામના પલાસ ફળીયાના મહેશભાઇ લાલુભાઇ ડામોરની ધરપકડ કરી કારમાંથી પોલીસે રૂ. ૬૨,૪૦૦ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કી તથા બીયરની બોટલ નંગ ૬૯૬ ભરેલ પેટી નંગ ૨૧ પકડી પાડી સદર દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ રૂપિયા અઢી લાખની કિંમતની સીલ્વર કલરની ક્રુઝર કાર મળી રૂ. ૩,૧૨,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *