નાગપુર રેલવે સ્ટેશન પર શરાબની 104 બોટલો કબ્જે કરાઈ
લોકસભા ચૂંટણી અંગે જાહેરાતની સાથે આચારસહિંતા લાગુ થતાં આરપીએફ(રેલવે પ્રોટેકશન ફોર્સ)ના વરિષ્ઠ અધિકારીઓએ આપેલાં નિર્દેશ અનુસાર નાગપુર રેલવે સ્ટેશન પર શરાબની ૧૦૪ બોટલ કબ્જે કરવામાં આવી હતી. આ બોટલનો જથ્થો સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર આશુતોષ પાન્ડેએ શરાબની હેરફેર થતી રોકવા માટે નિમણૂક કરેલી ટીમે સોમવારના બપોરના અરસામાં પ્લેટફોર્મ નંબર બે પર પેટ્રોલીંગ કરી હતી. ત્યારે પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેન નંબર ૧૨૬૧૬ જીટી એક્સપ્રેસના એસ-૪ કોચમાં એક બેગ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવી હતી. આજુબાજુના પ્રવાસીઓને બેગ બાબતે વિચાર કરતાં આ બેગ પર કોઈએ પોતાનો હક્ક દર્શાવ્યો ન હોતો. શંકાને આધારે આ બેગની કાર્યવાહી કરવામાં આવતાં શરાબની ૧૬૨૦ રૂપિયાની ૧૪ બોટલ મળી આવી હતી. બીજી ઘટનામાં સાંજના અરસામાં આરપીએફના જવાનને પ્લેટફોર્મ નંબર બે પર ઉભેલી ટ્રેન નંબર ૧૨૭૨૨ દક્ષિણ એક્સપ્રેસના એસ-૯ કોચમાં એક વ્યક્ત બેગ લઈને શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. તે વ્યક્તિની તલાશી કરતાં તેણે સમાધાનકારક ઉત્તર ન આપતાં તેને આરપીએફ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. ૧૮ વર્ષના રાજેન્દ્ર બ્રામ્હણેની મૂળ ચંદ્રપુરનો રહેવાસી છે અને તેની પાસે બેગમાં ૨૩૪૦ રૂપિયાની કિંમતની ૯૦ બોટલ મળી આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વીરેન્દ્ર વાનખેડેના આદેશ અનુસાર કબ્જે કરાયેલી શરાબની બોટલોનો જથ્થો સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી.