જૂના ઝઘડાની અદાવતે યુવક પર લાકડી વડે હુમલો
મસ્જિદમાંથી નમાજ અદા કરીને બહાર નીકળીને ઉભેલા યુવક પર જૂના ઝઘડાની અદાવતે ઇસમોઓએ હુમલો કરીને ઇજા કરી હતી. જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ બાતે વિગત એવી છે કે, ગોરવા નવાયાર્ડ બ્રીજ નજીક આમીના પાર્કમાં રહેતો ૨૦ વર્ષનો આમેર અહેમદભાઇ પઠાણ ટેલરીંગનું કામ કરે છે. ગત રાત્રિના અરસામાં ગોસીયા મસ્જિદમાં નમાઝ પઢીને મિત્રો સાથે સીફ કોમ્પલેક્ષ ઇરફાનભાઇના કારખાના નજીક તે ઉભો હતો તે દરમિયાન જૈનુલ નિઝારભાઇ અનસારી (રહે. અમીના પાર્ક), શાહરૃખ મુન્ના પઠાણ (રહે. મદની પાર્ક ગોરવા રેલવે બ્રીજની પાસે ગોરવા) બેઝબોલની સ્ટીક અને લાકડી લઇને ઘુસી આવ્યા હતાં. પહેલાના ઝઘડાની અદાવત રાખી બંને હુમલાખોરોએ આમેર પઠાણ પર હુમલો કરીને ઇજા કરી હતી. જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવાઈ છે.