પોર્ટુગીઝ બ્રાન્ડના શરાબ સાથે બે NRI સહિત 4 પકડાયા
ખાંભા : લોકસભાની સામાન્ય ચુંટણીને અનુલક્ષી પોલીસ દ્વારા હાલમાં હાઈવે અને અન્ય જગ્યાઓ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તા.૧૯ના પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે દીવ પાસીંગની ઈનોવા કાર નીકળતા તેની તલાશી કરવામાં આવતા તેમાંથી 4 ઇસમો પોર્ટુગીઝ(યુકે) બનાવટની વિદેશી શરાબ કિંમત રૂ. 8,000 નો મળી આવતા બધાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ખાંભાની આનંદ સોસાયટીમાં વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે દીવ પાસીંગની ઈનોવા કાર પસાર થતા શંકાના આધારે તેને રોકી તલાશી કરવામાં આવતા કારમાંથી ઓરીજીનીલ સ્કોચની બોટલ સાત કિંમત રૂ.૮,000 નો મળી આવતા લાલજીભાઈ ઉકાભાઈ પરમાર(રે.ભીમપરા ઉના), બાવાભાઈ લખમણભાઈ વાજા(રે.બુચરવાડા દીવ), વિશ્વવાસભાઈ નારણભાઈ વાજા(રે.વેમ્બલી યુકે) તથા હેમલભાઈ લાલજીભાઈ સોલંકી(રે.વેમ્બલી યુકે)ની ધરપકડ કરવામાં આવી છે.