ગોલ્ડન બ્રીજ પરથી વિદેશી દારૂ સાથે લક્ઝુરીયસ સ્કોડા રેપીડ કાર સહીત બુટલેગરને પકડી પાડતી ભરૂચ LCB
ભરૂચ LCBના સ્ટાફ ભરૂચ શહેરવિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેમના બાતમીદારથી ખાનગી રાહે બાતમી મળેલ કે એક મેટાલીક કલરની સ્કોડા ફોરવ્હીલ કાર નં. જીજે 22 એ 2731ની વિદેશી દારૂ ભરીને અંકેલશ્વર થઇ ગોલ્ડન બ્રીજ થઇ ભરૂચ તરફ જનાર છે. આ બાતમી આધારે ગોલ્ડન બ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવી પોલીસે બાતમી વાળી સ્કોડા કારને તેના ચાલક સાથે વિદેશી દારૂ સાથે પકડી પાડયો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સ સફીક ઇસ્માઇલભાઇ મલેક રહે, મકાન નં.-૫૮ આરઝુ બંગ્લોઝ તાઇફ નગર રસ્તા પાસે તાંદલજા વડોદરા નજીક કારમાં રહેલ વિદેશી દારૂની બોટલો તથા ટીન નંગ ૭૮૦ ની કિંમત રૂ. ૧,૮૭,૨૦૦ તથા રોકડા રૂ. ૨,૫૮૦ તથા મોબાઇલ નંગ ૨ કિંમત રૂ. ૧૦,૫૦૦ તથા એક સ્કોડા કાર કિંમત રૂ. ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૦૦,૨૮૦ નો જપ્ત કરી ઝડપાયેલ ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.