દેવગઢબારીના ડભવા ગામે ૩.૫૧ લાખના ભરેલી બોલેરો પકડાઈ
દેવગઢબારીઆ તાલુકાના ડભવા ગામે રસ્તા ઉપરથી બોલેરો પિકઅપ કારમાંથી રૂ. ૩,૫૧,૧૨૦ નો વિદેશી શરાબ પકડાયો હોવાનો બનાવ સાગટાળા પોલીસ સ્ટેશને લખાવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢબારીઆ તાલુકાના સાગબારા પોલીસ સ્ટેશનના પોસઈ એ.એમ. રાઠવા અને પોલીસ માણસો ઉપરી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ હાલમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ અન્વયે પ્રોહીબીશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેની સૂચના મળતાં કામગીરીમાં હતાં. આ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામના રોહીત ઉર્ફે રૂપિયો ભલજીભાઈ ઉર્ફે હેમસીંગ રાઠવાનો તેના કબજા ભોગવટાની બોલેરો પિકઅપ કાર નંબર જીજે ૧૭ ઝેડ ૦૨૪૩ માં અંગ્રેજી શરાબની પેટીઓ ભરી કેળકૂવા ત્રણ રસ્તા થઈ પંચમહાલ જિલ્લાની હદ તરફ જવાનો છે જે બાતમીના આધારે સાગટાળા પોસઈ રાઠવા તથા ટીમનાએ તુરંત જ ભડવા ગામે રસ્તા ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું તે દરમ્યાન વર્ણનવાળી બોલેરો પિકઅપ કાર આવતાં કાર સ્થળ ઉપર છોડી ચાલક પલાયન થઈ ગયો હતો. જ્યારે કારમાં તલાશી કરતાં પ્લાસ્ટીકના હોલની પેટી નંગ ૭૬ કુલ નંગ ૯૧૨ જેની કિંમત રૂ. ૩,૫૧,૧૨૦ તથા કારની કિંમત રૂ. ૪,૦૦,૦૦૦ કુલ મળી રૂ. ૭,૫૧,૧૨૦નો મુદામાલ પકડી પાડી પ્રોહીબીશન અંગેની ફરીયાદ દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.