બે પરિવારો વચ્ચે મારામારી છરી વડે હુમલામાં બે ઇજાગ્રસ્ત
ભુજના ભીડનાકા બહાર દાદુપીર રસ્તા પર રવિવારના સાંજના અરસામાં બે મુસ્લિમ પરિવારો વચ્ચે મારામારી અનેછરીથી હુમલો કરાયાની ઘટના બનતા બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી શખ્સોઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ભીડનાકા બહાર દાદુપીર રસ્તા પર રહેતા દરકાસ જુમા મોખા (ઉ.વ.40)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપી હતી કે શખ્સો જાફર હુશેન સમેજા, દાઉદ રમજુ ગગડા અને હુરબાઇ હુશેન સમેજા સહિત ત્રણ વ્યક્તિઓએ આવીને ફરિયાદીને તૂ આમારા વિરૂધ્ધ પોલીસમાં કેમ ફરિયાદ કરે છે તેવું કહી દુકાનમાંથી છરી કાઢીને ફરિયાદીને મારવા જતાં ફરીયાદીને હાથમાં છરીનો ઘા વાગ્યો હતો અને વચ્ચે છોડાવા પડેલા ફરિયાદીની પત્નિને ધકબુસટનો માર માર્યો હતો. તો પ્રતિ ફરિયાદમાં જાફર હુશેન સમેજા (ઉ.વ.46)એ પોલીસને જણાવ્યું હતું કે શખ્સ દરકાસ જુમા મોખા તેમની દુકાને આવી લોનની માંગણી કરી હતી જે લોન આપવાની ના કહેતા છરીથી હુમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી.