ભુજના જમીન કેસમાં બે વર્ષથી ભાગેડુ ધ્રબનો શખ્સ ઝડપાયો

ભુજ શહેર એ ડિવિઝન પોલીસની હદમાં જમીનના બોગસ દસ્તાવેજ બનાવીને દુર ઉપયોગ કરવાના કેસમાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના શખ્સને મુન્દ્રા પોલીસે પકડી પાડયો છે. પોલીસ સુત્રોની વિગતો મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર 97/16 આઇપીસી કલમના ગુના કામે બે વર્ષથી પોલીસ અટકથી દુર નાસતા ફરતા શખ્સ તૈયબ ફકીરમામદ તુર્ક રહે ધ્રબ તાલુકો મુન્દ્રાવાળો મુન્દ્રાના રાસાપીર સર્કલની બાજુમાં આવેલ મહાદેવ હોટલમાં હાજર હોવાની બાતમીના પગલે મુન્દ્રા પોલીસે તેને ઝડપી લીધો હતો. શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન ચૌહાણ, સાથે એએસઆઇ ગજેન્દ્રસિંહ જાડેજા, દેવરાજભાઇ ગઢવી તથા પુષ્પરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ તેમજ ઉદેયસિંહ ચતરસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા સહિતની ટીમ જોડાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *