બારોઇમાંથી અંગેજી દારૂના 18 કવાટરીયા સાથે એક શંકુ ઝડપાયો
મુન્દ્રા શહેરના બારોઇ રસ્તા પર એક વાડામાંથી સ્થાનિક પોલીસે બાતમીના અધારે રેડ પાડીને વિદેશી દારૂના 18 ક્વાટરીયા કિંમત 1,800 સાથે એક શંકુને પકડી પાડ્યો હતો જ્યારે દારૂનો જથ્થો આપનારનું નામ ખુલ્તા બંને વિરૂધ્ધ મુન્દ્રા પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુન્દ્રા પોલીસને મળેલી બાતમીના આધારે બરોઇ રસ્તા પર શિલપવાટીકા પાછળના ભાગે આવેલ મોહન ભારૂ ગઢવી રહે બારોઇ ગામના કબજાના વાડામાં વોટર ફિલ્ટરના પ્લાન્ટના લીમડાના ઝાડ પાસે જમીનમાં ખાડો ખોદીને દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે જે અંગે મુન્દ્રા પોલીસે રેડ પાડીને શંકુને 18 નંગ વિદેશી દારૂના ક્વાટરીયા સાથે પકડી પાડ્યો હતો. શંકુની પુચ્છતાછમાં આ માલ મુન્દ્રાના શીવપારસનગરમાં રહેતા મહેશ ઠકકરે આપ્યો હોવાની પોલીસને કબુલાત આપતા બંને વિરૂધ્ધ ગુનો નોંધી મુખ્ય શંકુને પકડી લેવા કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.