મણિનગરમાં લૂડો ગેમ પર જુગાર રમતા 4 ઇસમો પકડાયા
મણિનગર પોલીસે જાહેર રસ્તા પર પૈસાથી લુડો ગેમનો જુગાર રમાડતા ચાર ઇસમોની અટક કરી છે. પોલીસે ઇસમોઓ પાસેથી ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2.23 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. મણિનગર પોલીસે બાતમીના આધારે પ્રગતિનગર ચાર રસ્તા પર જાહેરમાં લૂડો પર જુગાર રમાડનાર તેમજ રમનારા જુગારીઓને રંગે હાથે પકડી પાડ્યા હતા. જેમાં લૂડો રમાડનાર મહંમદવાહીદ સાહીદખાન પઠાણ (ઇસનપુર) તેમજ રમનાર સોહેજેબખાન અસરફખાન પઠાણ (દાણીલીમડા) , રઝાઅહેમદ ફયૈજ અહેમદ શેખ (જમાલપુર), તૌસીફ તસ્નીમ આલમ સૈયદ (દાણીલીમડા)ની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ શહેરમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસે પબજી રમનાર યુવકો વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે પણ પોલીસે પાલડી રાજનગર ચાર રસ્તા પાસે જાહેરમાં ગત રાત્રના અરસામાં રસ્તા પર પબજી રમનાર અનંત મહેન્દ્રભાઇ પટેલ (રહે વાસણા), વત્સલ સંજયભાઇ શાહ (રહે.દરિયાપુર), સાહિલ દીપકભાઇ શાહ (રહે કાલુપુર) ની અટક કરી મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો.