બે વર્ષેથી નાસતો દુષ્કર્મનો શખ્સ આખરે પે રોલ ફ્લોએ ઝડપી પાડ્યો
બે વર્ષેથી પોસ્કો સહિતના ગુનાઓ જેના વિરુદ્ધ લાગેલા છે અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપ લાગેલા છે તે શખ્સ ફરાર હતો. તે શખ્સ કાશમશા ઉર્ફે ટાઈગર હૈદરશા શેખ (રહે. પ્લોટ નં. 8, લાઈન નં. 17, એકતા નગર, અંજાર) ને પુર્વ કચ્છની પે રોલ ફ્લો સ્કોડ દ્વારા અંજાર મધ્યેથી ઝડપી પડાયો હતો. આ કામગીરીમાં પો. સબ. ઈન્સેપક્ટર એચ. એમ. પટેલ, એએસઆઈ દિપક શર્મા, હેડ કો. જયપ્રકાશ અબોટી, રામદેવસિંહ ઝાલા, બાબુભાઈ કલોતરા જોડાયા હતા.