ગાંધીધામ-વરસામેડીમાં જુગાર રમતા સાત શખ્સોઓ પોલીસના પિંજરે પુરાયા
ગાંધીધામ : શહેરના વાવાઝોડા ઝુપડા સામે આવેલ ગ્રાઉન્ડમાં પત્તા રમતા પાંચ શખ્સોઓને જ્યારે અંજાર તાલુકાના વરસામેડીમાં સીમમાં ધાણીપાસા વડે જુગાર રમતા બે ઇસમોને પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રોની વિગતો અનુસાર પૂર્વ કચ્છ એસપી પરીક્ષીતા રાઠોડના માર્ગદર્શન હેઠળ બિ ડિવીઝન પીઆઈ ડી.વી. રાણા તથા પીએસઆઈ પી.ડી. પરમાર સાથે સ્ટાફના કિર્તીભાઈ ગેડીયા, ગલાલ પારગી, રાજદિપસિંહ, ભરતસિંહ, જગદીશભાઈ, રાજાભાઈ, મહીપાર્થસિંહ, નરેન્દ્રસિંહ, મોહનભાઈ, કિશનભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલીંગ પર હતો દરમ્યાન મળેલ બાતમી આધારે દરોડો પાડી હતો. વાવાઝોડા ઝૂપડા સામે ગ્રાઉન્ડમાં તીનપતિનો જુગાર રમતા શંકર આત્મારામ મહેશ્વરી, રમેશ બાલુ મહેશ્વરી, ઈબ્રાહીમ આમદ કોરેજા, ચના માયા મહેશ્વરી, ઉમેશ ચમન માતંગ રહે ગાંધીધામને રોકડા રૂ. ૧૪,ર૦૦ તથા ૪ મોબાઈલ કિંમત રૂ. ૧૩000 મળી કુલ રૂ. ર૭,ર૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. બીજી તરફ તાલુકાના વરસામેડી સીમમાં પાણીની ટાંકી નજીક ધાણીપાસાનો જુગાર રમતા ઉમેશ મોહન ગોહિલ, ઈલીયાસ જુમા ખલીફા રહે બન્ને શાંતીધામ સોસાયટી વરસામેડી તા. અંજારને એએસઆઈ કિશોરસિંહ ઝાલાએ દરોડો પાડી રોકડા રૂ. રૂ. ૧૩૦ સાથે ઝડપી પાડ્યા હતા.