અંકલેશ્વર : અન્સાર માર્કેટ સામે બાઇક સ્લીપ થતા ૧ શખ્સનું મૃત્યુ,૨ ઇજાગ્રસ્ત
અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ડિવાઈડર સાથે ભટકાતા થયેલ અકસ્માતમાં એક શખ્સનું મૃત્યુ નિપજવા પામ્યું હતું જ્યારે બે શખ્સોઓને નાનીમોટી ઇજાઓને પગલે સારવાર માટે દાખલ કરવામાંમાં આવ્યા હતા. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક આવેલ નેશનલ રસ્તા પર બાઇક નંબર જીજે 16 બીએમ 3342 લઇ ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા સંજયભાઈ પ્રજાપતિ તથા બાઇકની પાછળ બેસેલ બે વ્યક્તિ મળી ત્રિપલ સવારી કંપની તરફ જઈ રહ્યા હતા.દરમિયાન તેમની બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સંજયભાઈ પ્રજાપતિનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાઈકની પાછળ સવાર બીજા બે વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી હતી. આ અકસ્માતની જાણ થતાં આજુબાજુના રહીશો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિ તથા બીજા બે ઘાયલ દર્દીઓને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ જયાબેન મોદી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના બાબતે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.