ડીસાના જાહેર સ્થળે જુગાર રમતા ૧૦ ઇસમોઓ પકડાયા
પાલનપુર ડીસા એક્સીસ બેંક સામે આવેલ સ્ટાર સર્વિસ સ્ટેશનની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતાં દસ ઇસમોને જુગાર રમવાના સાહીત્ય તેમજ અંગજડતી તેમજ પટ ઉપરથી મળી રોકડ રકમ રૂ. ૧૪,૮૦૦ તથા મોબાઇલ નંગ ૨ જેની કિંમત રૂ. ૧,૦૦૦ આમ કુલ રૂ. ૧૫,૮૦૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ડીસા શહેર દક્ષિણ પોલીસે પકડી લીધા છે. બનાસકાંઠા એસ.પી.પ્રદિપ સેજુળે જીલ્લામાંથી દારૂ જુગારની પ્રવુતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા સારૂ આપેલ સુચનાઓ લગત આજરોજ ના.પો.અધિ આર.બી. ઉપાધ્યાય ડીસા વિભાગ ડીસાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ એસ.બી.શર્મા ડીસા સીટી દક્ષિણ પોલીસ સ્ટેશન તથા પો.સબ.ઇન્સ બી.જે.ચાવડા તથા પો.સબ.ઈન્સ. આર.કે. વાણીયા તથા એ.એસ.આઇ વિરમાભાઇ હાસાભાઇ તથા અ.હેઙકોન્સ નરપતસિંહ શીવાજી તથા અ.પો.કોન્સ રઘુજી અનોપજી તથા અ.પો.કો. કિરીટસિહ ભુપતસિહ તથા અ.પો.કોન્સ આદિલ મહંમદ અબ્દુલ ઝાકનાઓએ અ.પો.કોન્સ રઘુજી તથા અ.પો.કો. કિરીટસિહ તથા અ.પો.કોન્સ આદિલ મહંમદનાઓને મળેલ સયુંક્ત બાતમી આધારે ડીસા એક્સીસ બેંક સામે આવેલ સ્ટાર સર્વિસ સ્ટેશનની આગળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર અંગે દરોડો પાડતા દસ શખ્સોને ગંજીપાનાથી તીનપતીનો જુગાર પૈસા વડે હારજીતનો રમી રમાડતા જેમા શખ્સ વિજયકુમાર જીવણજી જાતે જાદવ (ઠાકોર) ઉ.વ. ૩૨ ધંધો- ડ્રાઇવીંગ રહે- ડીસા શાસ્ત્રીનગર ભાગ -૧ એક્સીસ બેંક પાસે તા.ડીસા, અજયસીંગ જીવણજી જાતે જાદવ (ઠાકોર) ઉ.વ.૩૩ ધંધો. હીરા ઘસવાનું રહે- ડીસા શાસ્ત્રીનગર ભાગ -૧ એક્સીસ બેંક પાસે તા.ડીસા, ગોવીંદભાઇ ડુંગરભાઇ જાતે દેસાઇ ઉ.વ.૩૮ ધંધો- હીરા ઘસવાનું રહે-ડીસા રાયકાનગર એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કુલ પાસે તા.ડીસા, રમેશભાઇ ખેંગારભાઇ જાતે દેસાઇ ઉ.વ.૪૫ ધંધો ડ્રાઇવીંગ રહે-ડીસા રાયકાનગર એસ.સી. ડબ્લ્યુ હાઇસ્કુલ પાસે તા.ડીસા, કાળુભાઇ નાગજીભાઇ જાતે દેસાઇ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે-ડીસા રાયકાનગર એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કુલ પાસે તા.ડીસા, હીતેશકુમાર બળવંતસિંહ જાતે ઠાકોર ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૩ તા.ડીસા, કિશોરકુમાર બળવંતસિંહ જાતે ઠાકોર ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૩ તા.ડીસા, વિક્રમભાઇ રમેશભાઇ જાતે ઠાકોર ઉ.વ.૩૩ ધંધો ડ્રાઇવીંગ રહે ડીસા એક્સીસ બેંક સામે રબારીવાસના નાકે તા.ડીસા તા.ડીસા, સુરેશભાઇ હરીભાઇ જાતે નાઇ ઉ.વ.૩૫ ધંધો વેપાર રહે ડીસા ગોલ્ડનપાર્ક ભાગ ૨ તા.ડીસા, ધીરજભાઇ જગદીશભાઇ જાતે દેવીપુજક ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે ડીસા હાથીખાના પાછળ લાઢીબજાર તા.ડીસાનાઓ તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડી પોલીસ દરોડા દરમ્યાન રોકડ રકમ રૂ. ૧૪,૮૦૦ તથા મોબાઇલ નંગ ૨ જેની કિંમત રૂ. ૧,૦૦૦ આમ કુલ રૂ. ૧૫,૮૦૦ મુદ્દામાલ સાથે ઝડપાયેલ ગયેલ હોઇ બધાના વિરૂધ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.