કાર સાથે અથડાતા બાઇકચાલકને ઇજા
ભુજ માંડવી રસ્તા પર કોમર્સ કોલેજ નજીક કારની પાછળ ભટકાતાં બાઈકચાલકને માથામાં ઇજા પહોચી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોની વિગતો અનુસાર ભુજના એરપોર્ટ રડ પર શિવધારા સોસાયટીમાં રહેતા મીત ચંદ્રેશભાઇ ગોસ્વામી (ઉં.વ 19) પોતાની મોટરસાયકલથી જુબેલી ગ્રાઉન્ડ તરફ આવતો હતો ત્યારે આગળ જતી કારની પાછળના ભાગે તેમની બાઇક અથડાઇ હતી જેને પરિણામે રસ્તા પર ફંગોળાતાં તેને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા થઈ હતી ઘાયલને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે એ ડીવીઝન પોલીસે જાણવાજોગ નોંધ લઈ આગળની કકાર્યવાહી હાથ ધરી છે.