રતનાલમાં છોકરી સામે જોવા મુદે યુવાન પર લાકડી વડે હુમલો
રતનાલ ગામના રેલવે સ્ટેશન નજીક ચાર શખ્સોએ યુવાનને બોલાવી છોકરીઓ સામેજોવા બાબતે લાકડી વડે હુમલો કરી રૂ. 5,000 ની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ અંજાર પોલીસ સ્ટેશને લખવાઇ છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશનના પીએસઓ સુરેન્દ્રસિંહ યાદવે રતનાલના રામદેવનગરમાં રહેતા 20 વર્ષીય રણછોડ શામજીભાઇ ડુંગરીયાની ફરીયાદને ટાંકી વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.20/3ના રાત્રિના અરસામાં રતનાલ ગામના સાવન મકનજી માતા, ભરત નારાણ માતા, ગૌતમ મકનજી માતા અને દેવજ ત્રીકમભાઇ માતાએ રેલવે સ્ટેશન નજીક બોલાવ્યો હતો અને ભરત માતાએ ગામની છોકરીઓ સામે કેમ જશ તેવું કહી ભુંડી ગાળો આપી ધકબુશટનો માર માર્યો હતો, ગૌતમ અને દેવજે લાકડી વડે માર મારીઇજાઓ કરી હતી. સાવને તેના ખિસ્સામાં રહેલા રૂ. 5,000 ની કિંમતના મોબાઇલની લૂંટ કરી હતી. આ ફરીયાદ બાદ અંજાર પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. આ બનાવમાં તજવીજ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.સૈયદ ચલાવી રહ્યા છે. અંજાર પોલીસે ચાર શખ્સો વિરુધ્ધ આઇપીસી તથા એટ્રોસીટી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.આ બનાવમાં તજવીજ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ.સૈયદ ચલાવી રહ્યા છે.