પડાણા નજીક મોડી રાત્રિના અરસામાં 40 લાખનો દારૂ પકડાયો
ભચાઉથી ગાંધીધામ તરફ દારૂનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે પૂર્વ કચ્છની એસઓજી, એલસીબી અને બી-ડિવિઝન પોલીસની ટીમે પડાણા પાસે વોચ ગોઠવીને 60 લાખનો દારૂ પકડી લીધો હતો. ટ્રકમાં જતા આ દારૂનું પાઇલોટીંગ કરતી કાર પણ કબ્જે કરાઇ હતી. ટ્રકમાંથી રૂા. 39,27,600નો દારૂ મળી આવ્યો હતો. તેની સાથે ટ્રક અને પાયલોટીંગ કરતી કાર મળીને કુલ રૂ. 59,27,600 નો મુદ્દામાલ કબ્જે કરાયો પીઆઇ જે.પી. જાડેજાએ જણાવ્યું હતું. મોડી રાત્રિના અરસામાં પોલીસે મુખ્ય શખ્સ શિવરાજ શેખાવત કે જેને પોલીસ પહેલાં જ પાસા તળે ધરપકડ કરી ચૂકી છે તેના સહિત 7 સામે ગુનો દાખલ કર્યો હતો.