ટ્રેઇલર સાથે ભટકાતાં ટેમ્પો ચાલકનું મૃત્યુ
નખત્રાણા તાલુકાના મંગવાણા પાસેથી શુક્રવારના રાત્ત્રિના અરસામાં ડંપર અને ટેમ્પો સામ સામે અથડાતાં મંગવાણા ગામના ટેમ્પો ચાલકસ્થળ પર જ કંમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાશી ગયો હતો. અકસ્માતનો બનાવ રાત્રીના અરસામાં બન્યો હતો. મંગવાણા ગામે રહેતા અરવિંદભાઇ પ્રેમજીભાઇ પોકાર (ઉ.વ.45) પોતાનો ટેમ્પો 407 લઇને સુખપરથી મંગવાણા તરફ આવી રહયા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેઇલરના ચાલકે બેદરકારીથી અકસ્માત કરતાં જેમા ગંભીર રીતે ઘાયલ થયેલા અરવિંદભાઇનું ધટનાસ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ટ્રેઇલર ચાલક વિરુધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.