ગેડી પાટિયા નજીકથી 1.38 લાખના શરાબ સાથે બે પકડાયા
રાપર તાલુકાના ગેડી પાટિયા નજીક રાપર પોલીસે ગોઠવેલી વોચ દરમીયાન બાતમી મુજબની જીજે 15 પીપી 8292 નંબરની સ્ક્વોડા કારમાંથી રૂ. 1,38,300 ની કિંમતના અંગ્રેજી દારૂના 1383 ક્વાર્ટરીયા મળી આવતાં દારૂના જથ્થા સાથે જામનગરમાં આશાપુરા રસ્તા પર ભોયના ઢાળીયા નીચે રહેતા વિમલ તુલસીભાઇ પમનાણી (સિંધી) અને રાપરના નાંદા ખાતે રહેતા છગન જોગાભાઇ રબારીને ઝડપી પાડી કાર અને મોબાઇલ સહિત કુલ રૂ. 4,89,300નો મુદ્દામાલ કબ્જે કરી કરેલી પ્રાથમીક પુછપરછમાં ઝડપાયેલા બંને શખ્સોઓએ આ દારૂનો જથ્થો ગેડીના અર્જુનસિંહ હેતુભા વાઘેલા અને હરપાલસિંહ હેતુભા વાઘેલા પાસેથી લીધો હોવાનું અને આ જથ્થો અપાવવા નાંદાના દિગુભા દાનુભા જાડેજાએ મધ્યસ્થી કરી હોવાનુ઼ તેમજ આ દારૂનો જથ્થો જામનગર રહેતા કરણ વસંતભાઇ ગોરી (ભાનુશાલી) એ મગાવ્યો હોવાનું જણાવતાં રાપર પોલીસે કુલ 6 વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.