ભુજની મારામારીના કેસનો ફરાર શખ્સ મુંબઇથી પકડાયો
ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં છેલ્લા દશ માસથી નાસતા ફરતા શખ્સને પેરોલ ફર્લો સ્કવોડે મુંબઇના બોરીવલી ઇસ્ટથી પકડી પાડ્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનો રજીસ્ટર નંબર 3026/2018 ના મારામારીના ગુનો કામે છેલ્લા દશ માસથી નાસતા ફરતા ભાવિન હરીલાલ રાજગોર રહે ભુજવાળો હાલ મુંબઇ હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ ખીમકરણ ગઢવી અને રઘુવીરસિંહ ઉદુભા જાડેજાએ મુંબઇના બોરીવલી ઇસ્ટ ઇન્દ્રપ્રસ્થ મોલની બાજુમાં સિધ્ધાર્થ મોલની બહારથી પકડી પાડ્યો હતો.