ત્રણ જગ્યાએથી 5,390 ના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
લોકસભાની ચુંટણી નજીક આવી ગઇ છે ત્યારે અસામાજિક પ્રવૃતિ વિરુધ્ધ પોલીસ તંત્ર કડકાઇથી કામગીરી કરી રહ્યુ઼ છે જેમાં ગાંધીધામ એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસે ત્રણ જુદી જગ્યાએથી પેટ્રોલીંગ દરમીયાન રૂ. 5,390 ની કીંમતના દેશી અને અંગ્રેજી દારૂના જથ્થા સાથે ધંધાર્થીઓને ઝડપી પાડી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. આ અંગે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો અનુસાર, એ ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ દરમીયાન બાતમીના આધારે ગળપાદરના પરષોત્તમનગરમાંથી મુળ લીંબડીના હાલે ગળપાદર રહેતા દેવેન્દ્રસિંહ જીવુભા ઝાલાને રૂ. 3,200 ની કિંમતના 160 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. તો ગળપાદરના પરષોત્તમ નગરમાંથી જ શાંતિધામ ખાતે રહેતા અનવર સુલેમાન ચૌહાણને રૂ. 1,140 ની કિંમતના 114 લીટર દેશી દારૂ સાથે ઝડપી તેમના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ કરી હતી. જ્યારે અન્ય દરોડાની તપાસમાં રેલવે કોલોનીના સરકારી દવાખાનાના ગેરેજમાં એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રેલવે કોલોનીમાં રહેતા જગદિશ લાલજીભાઇ ભીલને રૂ. 1,050 ની કીંમતની ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 3 બોટલ સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર તપાસ કરી હતી.