ધોરાજીમાં જુગાર રમતા 6 શંકુની અટકાયત
ધોરાજી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી વી એચ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ જે બી મીઠાપરા તથા એસ એમ વસાવા સાહેબ તથા લાલજીભાઈ જાંબુકીયા તથા પો.કોન્સ અનિરૂધસિંહ તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અજિતભાઈ ગંભીર એમ બધા સ્પેશિયલ પ્રોહીબીશન ડ્રાઈવ દરમિયાન ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજાને ખાનગી રાહે હકીકત મળેલ કે બ્લુ સ્ટાર ચોક પાવરહાઉસવાળી ગલીમાં જાહેરમાં અમુક શંકુઓ ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોવાની હકીકત મળેલ જે હકીકત આધારે હકીકત વાડી જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા શંકુ રમેશભાઈ કેશવજીભાઇ ગંર તથા કાદર અબ્બાસભાઈ માંડલિયા તથા રામજીભાઈ મોહનભાઈ ગાડુ તથા ગોવિંદભાઈ રાજાભાઈ હિરપરા તથા જીવાભાઈ મોહનભાઈ ઠેસીયા તથા રમેશભાઈ ભગવાનજીભાઈ માવાણી રહે તમામ ધોરાજી વાળા ને રોકડા રૂ. 10,320 સાથે ઝડપી પાડી કાયદેસરની તપાસ કરેલ છે.