ગાળા ગામની સીમમાં શરાબ બનાવવાની ભઠ્ઠી પકડાઈ
ધ્રાંગધ્રા ડીવીઝનના સ્કવોર્ડના એ. એસ. આઇ. આર. ડી. ભરવાડ, તથા પો. કોન્સ. પંકજભાઇ દૂલેરા વિ. ટીમના માણસો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ રામવાડી નામે ઓળખાતા તળાવના કાંઠાની જગ્યા ઉપર દરોડો કરતા ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડેલ અને દરોડા દરમ્યાન હરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા રહે. ગાળા નાસી છૂટેલ તે જગ્યા ઉપરથી દેશી દારૂ લી. ર૦ કિંમત રૂ. ૪૦૦ તથા આથો લી. ૧૮૯૦ કિંમત રૂ. ૩,૭૮૦ તથા ભઠ્ઠીના સાધનો મુદામાલ કિંમત રૂ. ૧,પપ૦ એમ વગેરે કુલ મુદામાલ કિંમત રૂ. પ,૭૩૦ મળી આવતા જપ્ત કરેલ છે અને કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે.