વાવાઝોડા વિસ્તારમાંથી 14 ,000 ની રોકડ સાથે જુગાર રમતા પાંચ શંકુઓ ઝડપાયા
ગાંધીધામના ગણેશનગર વાવાઝોડા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શંકુઓને રૂ. 14,200 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને ચાર મોબાઇલ સહીત કુલ રૂ. 27,000 નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તજવીજ કરી હતી. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ હિતેન્દ્ર ગઢવીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત સાંજના અરસામાં પીઆઇ ડી.વી.રાણાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમીયાન બાતમી મળી હતી કે, ગણેશનગર વાવાઝોડા ઝુંપડા વિસ્તારમાં અમુક લોકો જુગાર રમી રહ્યા છે, આ બાતમીના આધારે ત્યાં રેડ પાડતાં ખુલ્લા ચોકમા઼ તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શંકુઓ શંકરભાઇ આત્મારામ મહેશ્વરી રમેશ બાલુભાઇ મહેશ્વરી, ઇબ્રાહીમ આમદભાઇ કોરેજા, ચનાભાઇ માયાભાઇ મહેશ્વરી અને ઉમેશ ચમનભાઇ માતંગને રોકડા રૂ. 14,200 તેમજ રૂ. 13,000 ની કિંમતના ચાર મોબાઇલ સહીત કુલ રૂ. 27,200 ના મુદ્દામાલ સાથે ઝડપી તેમના વિરૂધ્ધ કોન્સટેબલ જગદિશ સોલંકીએ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાવી કાયદેસર તજવીજ કરી હતી.