માળિયા દેશી દારૂની રેલમછેલ, ચાર સ્થળે દરોડા પાડી એલસીબીએ દેશી દારૂ સહિતનો મુદામાલ કબ્જે કર્યો
માળિયા પંથકમાં દેશી દારૂના ધંધાર્થીઓ પર એલસીબી સ્ટાફે ઘોસ બોલાવી હતી અને દરોડા કરીને ચાર સ્થળેથી દેશી દારૂનો આથો, દેશી દારૂ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. માળિયા પંથકમાં નવાગામ પાસે સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તેવી બાતમીને આધારે એલસીબી સ્ટાફે દરોડા કર્યા હતા જેમાં ચાર દરોડામાં પ્રથમ દરોડામાં નવાગામની સીમમાંથી ૪ બેરલ આથાના અને દેશી દારૂ સહીત ૩૫૪૦ નો મુદામાલ કબ્જે કર્યો છે જયારે શખ્સ ઇમરાન જેડા રહે નવાગામ વાળાનું નામ ખુલ્યું છે જયારે બીજા દરોડામાં ૫ બેરલ આથો કીમત રૂ. ૩,૯૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને શખ્સ અનવર જેડાનું નામ ખુલ્યું છે તે ઉપરાંત ત્રીજા દરોડામાં ૪ બેરલ આથો અને દારૂ સહીત ૩,૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે અને શખ્સ અમરૂદિન જેડાનું નામ ખુલ્યું છે તો અન્ય દરોડામાં આથો અને દારૂ સહીત ૨,૮૦૦ નો મુદામાલ કબ્જે કરાયો છે અને શખ્સ અસ્લમ જેડા રહે નવાગામ વાળા સામે ગુન્હો નોંધ્યો છે આમ ચાર સ્થળેથી દેશી દારૂ અને આથાનો મોટો જથ્થો કબ્જે કર્યો છે જોકે ચારેય શખ્સ હાજર નહિ મળી આવતા તેની સામે ગુન્હો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.