વાંકાનેર પોલીસે અલ્ટો કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડાયો
મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા કાર્યરત વાંકાનેર તાલુકા પોલીસના સ્ટાફે અલ્ટો કારમાંથી દેશી દારૂનો જથ્થો પકડી પાડીને ૧.૫૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલના સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીએસઆઈ એન એ શુક્લ, મનીષકુમાર લલીતભાઈને મળેલી બાતમીને આધારે સતાપરથી એક અલ્ટો કાર નં જીજે ૦૬ બીએઅલ ૨૪૪૦ માં દેશી દારૂ ભરીને મોરબી તરફ જનાર હોય જેથી તાલુકા પોલીસના સ્ટાફે લાકડાધાર ગામના પાવર હાઉસ નજીક વોચ ગોઠવીને અલ્ટો કારને ચેક કરતા તેમાંથી દેશી દારૂ લીટર ૪૦૦ કીમત રૂ. ૮,૦૦૦ મળી આવતા કાર કીમત રૂ. ૧.૫૦ લાખ સહીત રૂ. ૧,૫૮,૫૦૦ નો મુદામાલ કબ્જે કરી શખ્સ ભીમાભાઇ જોગાભાઈ કોળી (ઉવ.૪૫) રહે સતાપર વાંકાનેર વાળાને પકડી લીધો છે જયારે એક શખ્સ મેરાભાઇ કેશાભાઇ ધોરીયા રહે સતાપર વાળો નાસી જતા તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી ચલાવી છે.