વડોદરા : વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે ઠગાઇ કરનાર બે શખ્સોની એસ.ઓ.જી. કરી અટક

વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે ઠગાઇ કરતી ગેંગના બે શખ્સોની એસ.ઓ.જી. વડોદરા શહેર દ્વારા અટક કરાઇ. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ચૌહાણ અને ટીમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરીયાદ આધારે સંપતરાવ કોલોની વિસ્તારમાં આવેલ બી.આર. કન્સલટન્સીની ઓફીસ ચલાવતા મહેશભાઇ ખોડાભાઇ રબારી અને અમદાવાદના ચિરાગ પદમાકાંત ભટૃની પુછપરછ અને પુરાવાના આધારે આકરી પુછપરછ કરતા તેઓએ કબુલાત કરેલ કે તેઓ બંને અને દિલ્હીનો વિકાસ શર્મા ત્રણે જણા ભેગા મળી કેનેડા જવા માંગતા વ્યકિતઓ પાસેથી નાની- મોટી રકમ લઇ તેઓને ઇ.ટી.એ.ના સ્ટીકર લગાવી આપતા હતા. જે ઇ.ટી.એ. ભારત દેશના નાગરીકો માટે માન્ય નથી. છતાં ઓનલાઇન વેરીફીકેશન કરતા એપ્રુવલ દેખાડે છે. જેના આધારે વડોદરા શહેર અને આજુ બાજુના વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલા વ્યકિતઓ ભોગ બનેલ છે. આ વિઝા માટે ઇસમોઓ અરજદાર પાસેથી તેઓના બેઝીક ડોકયુમેન્ટ અને નોન રીફન્ડેબલ ફીના રૂ.૨૫,૦૦૦ માંગતા હતા. અને ઇ.ટી.એ. આવી જતાં બે લાખ થી લઇને પાંચ સુધીની રકમ માંગતા હતા. અને અરજદારોને તેઓના પાસપોર્ટ ઉ૫ર વિકાસ શર્મા વિઝાનું સ્ટીકર લગાવી આપતો હતો. જે કેનેડાની એમ્બેસી પાસે કાર્યવાહી કરતા ખોટા હોવાનું જણાવેલ છે. વધુમાં આ વિકાસ શર્મા આ સ્ટીકરો કયાં થી અને કેવી રીતે મેળવતો હતો ? તે વિકાસ શર્માની અટક પછી તપાસમાં ખુલશે. હાલમાં ઉ૫રોકત બંને ઇસમોઓની અટક કરી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી માટે એચ.એમ.ચૌહાણ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. નાઓએ વધુ તલસ્પર્શી કાર્યવાહી હાથ ધરી અટક કરેલ બંને ઇસમોઓને રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે. અટક કરેલ બંને ઇસમોઓ વિરૂધ્ધમાં અગાઉ પણ આવા જ પ્રકારની એમ.ઓ.નો અમદાવાદના એલીસબ્રીજ અને ભરૂચમાં એક, એક ગુનો દાખલ થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *