અંકલેશ્વર: મોતાલીથી સટ્ટા બેટીંગ જુગાર રમી રમાડતા ૩ પકડાયા,૧ ફરાર

અંકલેશ્વર શહેર પોલીસને મળેલ બાતમીના આધારે મોતાલી ગામે દરોડો પાડી સટ્ટાબેટીંગનો જુગાર રમી રમાડતા ૩ શંકુને પકડી પાડી રૂ. ૩૧,૫૬૦ રોકડા જપ્ત કર્યા હતા. જ્યારે એક શંકુ પોલીસને જોઇ નાસી છુટતા તેને વોંન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસને બાતમી મળી હતી કે મોતાલી ગામે કેશનભાઇ કાલીદાસ વસાવાના ઘ૨ની પાછળ વાડાના ભાગે ગેરકાયદેસર રીતે સટ્ટા બેટ્ટીંગના આંકડા લખી પૈસા વડે હા૨જીતનો જુગા૨ ૨મી ૨માડે છે. જે બાતમી આધારે અંકલેશ્વર શહેર પોલીસે જુગા૨ અંગેનો દરોડો કરી જુગાર રમતા ૪ શંકુ કિશનભાઈ કાલીદાસ વસાવા ૨હે. મોતાલી નવીનગરી, જયેશભાઇ કાલીદાસ વસાવા રહે.મોતાલી નવીનગરી, વિનોદભાઇ ઉર્ફ વિજય મોતીભાઈ વસાવા ઉવ. ૩૦ ૨હે. મોતાલી નવીનગરી, કંચનભાઇ ઈશ્વ૨ભાઇ વસાવા ઉવ. ૪૦ ૨હે. મોતાલી નવીનગરીનાઓ પત્તાપાના જુગા૨ ૨મતા પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલા શંકુઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂ. ૩૧,૫૧૦ કબ્જે કરી પકડાયેલ શંકુ વિરૂધ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જ્યારે છાપા દરમિયાન પોલીસને જોઇ નાસી ગયેલ શંકુ રાજુભાઈ ૨મેશભાઈ વસાવા રહે. અંદાડાને વોંન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *