નલિયામાં બે દુકાનમાંથી 41 હજારના મુદ્દામાલની તસ્કરી

copy image

copy image

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં રાત દરમ્યાન ટેલિકોમ અને આંગડિયા પેઢીની દુકાનોને  તસ્કરોએ નિશાન બનાવી ટીવી, મોબાઈલ, રોકડ સહિત રૂા. 41 હજારના મુદ્દામાલની ચોરી કરી હતી . આ ચોરી અંગે  નલિયા  પોલીસ  મથકે  નલિયાના વેપારીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર શ્યામજી કૃષ્ણવર્મા કોમ્પ્લેક્ષમાં તેમની મન ટેલિકોમ નામની દુકાન  આવેલી છે. તા. 1/6ના રાતના નવથી બીજા દિવસે સવાર સુધી કોઈ અજાણ્યા ચોર ઈસમે દુકાનના શટરના નકૂચા  તોડી દુકાનમાંથી ટેબલના ખાનામાંથી રોકડા રૂા. પ000, એક મોબાઈલ કિં. રૂા. 13,000, ચાર નંગ ચાર્જર કિં. રૂા. 1000 અને એક પાવરબેન્ક રૂા. 1,000, એક વાયરલેસ નેક બેન્ડ રૂા. 1000 તેમજ જંગલેશ્વર રોડ પર  આવેલી સાહેદની  પીએમ આંગડિયાની દુકાનનું પણ શટર ઊંચું કરી પપ ઈંચનું એલઈડી ટીવી કિં. રૂા. 21000 એમ કુલે રૂા. 41 હજારની  ચોરી થઈ હતી . પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .