યશોદાધામમાં અંગ્રેજી દારૂ  સાથે એક શખ્સ ઝડપાયો

copy image

copy image

ભચાઉ તાલુકાના યશોદાધામમાં એક મકાનમાંથી રૂા. 8400ના શરાબ સાથે વૃદ્ધની પોલીસે અટક  કરી હતી. યશોદાધામમાં  રહેનાર મૂળ નાગપુર મહારાષ્ટ્રનો  શખ્સ પોતાના કબજાનાં મકાનમાં  દારૂ રાખી તેનું વેચાણ કરતો  હોવાની પૂર્વ  બાતમી ના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મકાનમાં જઈ પોલીસે વૃદ્ધ એવા આ આરોપીને પકડી લઈ તેને સાથે રાખી રૂમમાં તપાસ દરમિયાન  ખાખી રંગના બોક્સ મળી આવ્યા હતા, જેમાંથી ગ્રીનલેબલ ધ રીચ બ્લેન્ડ 750 એમ.એલ.ની  24 બોટલ કિંમત રૂા. 8400નો શરાબ હસ્તગત કરાયો હતો.  ફોર સેલ ઈન રાજસ્થાન લખેલો આ માલ  ક્યાંથી આવ્યો  હતો તે કંઈ જ બહાર આવ્યું નહોતું.