પોલીસે રૂ. ૪.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

બોડેલી તાલુકાના ભીલવાણીયા ગામ નજીક બોડેલી પોલીસે મળેલ બાતમી મુજબ રૂપિયા ૧,૭૨,૯૨૦ નો દારૂનો જથ્થો ભરેલી જીપ ઝડપી હતી. જોકે જીપ ચાલક સહીત બે ઇસમો ફરાર થઈ ગયા હતા. તેમજ જીપ આગળ પાયલોટીંગ કરતી કાર સાથે બે ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી. કુલ રૂ. ૪,૭૫,૯૨૦ નો મુદ્દામાલ બોડેલી પોલીસે કબ્જે કર્યો હતો. બોડેલી પોલીસને મળેલી બાતમી મુજબ પાનવડ તરફથી દારૂનો જથ્થો ભરેલી મહિન્દ્રા જીપ આવી રહી હોવા સાથે તેની આગળ કાર પાયલોટીંગ કરી રહી હતી અને ચલામલી તરફથી ભીલવાણીયા તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી બોડેલીના પીએસઆઇ સી.ડી. પટેલ અને ચલામલીના હે.કો. મુકેશભાઇને મળતા પોલીસ સ્ટાફ સાથે ભીલવાણીયા નજીક વોચમાં ઉભા હતા ત્યારે નંબર પ્લેટ વગરની બ્લેક કલરની બલેનો કાર આવતા તેને રોકીને તેના ચાલક ઇશ્વર રાઠવા અને કારમાં બેઠેલા જીતેશ રાઠવાની ધરપકડ કરી હતી તેની પાછળ મહિન્દ્રા કમાંડર જીપ અવાતા તેને રોકતા તેનો ચાલક અને સાથીદાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા હતા. જીપની પોલીસે કાર્યવાહી કરતા જુદી જુદી બ્રાંડની ૭૬૮ નંગ દારૂની બોડલો મળી આવી હતી જેની કિંમત રૂ. ૧,૭૨,૯૨૦ સાથે અંગ ઝડતી દરમિયાન ત્રણ મોબાઇલ કિંમત રૂ. ૩૦૦૦ તેમજ કારની કિંમત રૂ. ૧,૫૦,૦૦૦ અને જીપની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪,૭૫,૯૨૦ નો મુદ્દામાલ બોડેલી પોલીસે કબ્જે કર્યો હતો. જ્યારે બે ઇસમોની અટક કરવા સાથે બીજા સહ શખ્સોઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *