ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ -કચ્છ, ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હડીકત મળેલ કે ખોડીયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં અલ્તાફ ગુલમામદ રાયમા નામનો વ્યકિત સફેદ કલરની જીજે-૧૨-ઈઈ-૩૫૧૨ વાળી બલેનો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આવેલ છે. જેથી ઉપરોકત હડીકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત ગાડી ચાલુ હાલતમાં ઉભેલ હોય જે ગાડીમાં નીચે મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ (૧) અલ્તાફ ગુલમામદ રાયમા ઉ.વ. ૨૪ રહે. ખોડીયારનગર પ્રાથમિક શાળાની બાજુમાં ગાંધીધામ હાજર ન મળી આવેલ આરોપીનુ નામ (૧) ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા રહે. ભચાઉ કબ્જે કરેલ મુદામાલની વિગત :-વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૩૧ કિ.રૂ. ૪૭,૧૦૦/- સફેદ કલરની બલેનો કા૨ રજી.નં.જીજે-૧૨-ઈઈ-૩૫૧૨ કિ.રૂ. ૫,૦૦,000/- મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/-

  • કુલ મુદામાલ ડી.રૂ.૫,૫૭,૧૦૦/-
  • આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.