ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલી ઝડપાયા

copy image

copy image

ગાંધીધામમાં નવી સુંદરપુરી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા છ ખેલીની પોલીસે ધરપકડ કરી રોકડ રૂા.18,580 જપ્ત કર્યા હતા.  નવી સુંદરપુરીના નવરાત્રિ ચોક નજીક ગત મોડી રાતના આરસમાં  અમુક શખ્સો ગોળ કુંડાળું  વાળી  પત્તા  ટીંચી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને જુગાર ખેલતા  શખ્સોને ઝડપી પાડયા હતા.  પકડાયેલા  આ શખ્સો પાસેથી પોલીસે રોકડ રૂા. 18,580 જપ્ત કર્યા હતા.