મીઠી રોહર નજીક છરી બતાવી રૂ.9300ના મુદ્દામાલની ચોરી
 
                copy image

મીઠી રોહર નજીક ઓવરબ્રિજ પાસે ટ્રેઇલરના ચાલક અને ક્લીનરને છરી બતાવી ત્રણ શખ્સે રૂા. 9300ની મતાની લૂંટ ચલાવી હતી. મીઠી રોહર પુલિયાથી આગળ એ. વી. જોશી પુલિયા પાસે છમાર્ગીય ધોરીમાર્ગ ઉપર ગત તા. 4/6ના રાતના આરસમાં બનાવ બન્યો હતો. હરિયાણાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરનાર ફરિયાદી અને ક્લીનર ટ્રેઇલર લઇને દિલ્હીથી મુંદરા આવવા નીકળ્યા હતા. બનાવની રાતના આરસામાં મીઠી રોહર નજીક ધોરીમાર્ગની બાજુએ ઊભા રહી આ બંને લાકડાના સ્લીપર કાઢતા હતા તેવામાં બાઇક ઉપર ત્રણ શખ્સે આવી તું ટ્રેઇલર ઠોકીને આવ્યો છે. ફરિયાદીએ ના પાડતાં એક શખ્સે છરી કાઢી ફરિયાદી પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. અન્ય બે શખ્સે ક્લીનર પાસેથી રોકડ રૂા. 3800 તથા મોબાઇલની લૂંટ ચલાવી હતી. રૂા. 9300ની ચોરી કારવનારા આ શખ્સો 20થી 25 વર્ષની ઉંમરના હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી .
 
                                         
                                        